Jul 26, 2016 - 12 84 Vaishnav Vaartaji-Gujarati-Amdavad-Lallubhai Desai-1973 13 84 Vaishnav. 19 Nijvarta Gahruvarta Tatha Courashi Vaishnavanki Varta, Laxmidas,Goverdhan, 654p, Devotional, hindi (1959). Topics EBooks - Vaartaji 84/252. Gharu Ni Vaarta Vraj Bhasha download. PDF WITH TEXT. Posted in,,, - - 2 Comments હો. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે.મારે. હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે. હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે. હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે મારે. હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ માંહે ચમકતો દીવડો મેલાવિયે રે મારે. હા જી રે તન, મન, ધન, ઓવારિયે, મારા વાલાજીની આરતી ઉતારીએ રે મારે. જી રે રસ વધ્યો છે અતિ મીઠડો, મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે.મારે. – નરસિંહ મહેતા (Narsinh Mehta – Aaj ni Ghadi Raliyamali. Poems in Gujarati. Literature and art site). Posted in, - - 3 Comments મુક્તપ્રાણ! બંદીવાન હું નહિ: મુક્તધ્યાન! જંજીરો ન બાંધવા ધરા મહીં. બાંધજો દીવાલ પર્વતો સમી ઊંચી ઊંચી: તારલા હસે – વદે, નભે: હસંત આંખડી. એકલો કદી નહિ: માંડવો રચી લિયો અનંત આભ છાવરી; આભ એથી એ વિશાળ અંતરે રહ્યું હસી: સૂર્ય, ચંદ્ર – પ્રાણ, ઊર્મિ – તારલા રહ્યા લસી. એકલો નથી ભલે ન હોય પ્રમીઓ સખા: અનંત હું અબંધ પ્રાણ! સાથી આત્મ સર્વદા! -કૃષ્ણલાલ શ્રીધરાણી (Krishnalal Shridharani. Gujarati Literature and art site). Posted in, - - 5 Comments પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધકાર, માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મુજ જીવનપંથ ઉજાળ. પ્રેમળ જ્યોતિ. ડગમગતો પગ રાખ તું સ્થિર ને દૂર નજર છો ન જાય, દૂર માર્ગ જોવાને લોભ લગીર ના, એક ડગલું બસ થાય. પ્રેમળ જ્યોતિ. આજ લગી રહ્યો ગર્વમાં હું ને, માગી મદદ ન લગાર, આપ બળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ, હવે માગું તુજ આધાર. પ્રેમળ જ્યોતિ. ભભકભર્યાં ચિન્હોથી લોભાયો ને, ભય છતાં ધર્યો ગર્વ, વીત્યાં વર્ષ ને લોપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ, મારે આજ થકી નવું પર્વ. પ્રેમળ જ્યોતિ. તારા પ્રભાવે નિભાવ્યો પ્રભુ મને આજ લગી પ્રેમભેર, નિશ્વે મને તું સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર, દાખવી પ્રેમળ જ્યોતિની સેર. ![]() પ્રેમળ જ્યોતિ. કર્દમભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ, ધસધસતા જળ કેરા પ્રવાહો સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશો નિજ દ્રાર. પ્રેમળ જ્યોતિ. – નરસિંહરાવ દિવેટિયા (Narsinhrao Divethia. ![]() Fsdreamteam serials. Premal Jyoti. Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site). Posted in,, - - 2 Comments (ખાસ ના આભારી છીએ આ વાતચીતમાં મોકલવા બદલ) ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય ન નૈવૈધ્ય તારુ આ! પૂજારી પાછો જા! મંદિરના આ ભવ્ય મહાલયો બંધન થાય મને, ઓ રે,પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે? ન પ્રેમ નું ચિન્હ આ! પૂજારી પાછો જા! એરણ સાથે અફાળે હથોડા ઘંટ તણો ઘડનાર; દિન કે રાત ન નીંદર લેતો: ( ને)નૈવૈધ્ય તું ધરનાર? ખરી તો એની પૂજા! પૂજારી તું પાછો જા! દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે? બહાર ખડી જનતા; સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યુ, પ્રેમ નહીં પથરા. ઓ તું જો ને જરા! પૂજારી પાછો જા! માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં પૂજારી સાચો આ, પૂજારી પાછો જા -કૃષ્ણલાલ શ્રીધરાણી (Krishnalal Shridharani. Pujari pachho ja. Prabhatiya, Vicharo. Gujarati Literature and art site). Posted in, - - 3 Comments (ખાસ દિપ્તીબહેનના આભારી છીએ આ ભજન મોકલવા બદલ) મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુલ વનરાવન મારા તનના આંગિણયાંમાં તુલસીના વન હે મારા પ્રાણ જીવન. મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી મારી આંખો વશે ગિરધારી રે ધણી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મોરારિ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી. હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું જીવન સફળ કર્યું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન મારું મોહી લીધું મન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી. મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો હીરલો હાથ લાગ્યો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી.
0 Comments
Leave a Reply. |
AuthorWrite something about yourself. No need to be fancy, just an overview. ArchivesCategories |